svvp11@yahoo.com 079-27910504

About Organization

 

શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે. પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે. આપણે સૌ આ ગરીમા વિચારધારા, અખૂટ અને અતુટ પરિવાર સ્નેહભાવ અકબંધ રાખી વિશાળ વૈષ્ણવ વણિક પરિવાર પ્રસ્થાપીત કરવા વર્ષોથી કાર્યન્વંત છીએ.

ઘટકોના પ્રતિનીધીઓની તથા તજજ્ઞોએ પુખ્ત ચર્ચા વિચારણા પછી “સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર” નામ સાથે સંસ્થા શરૂ કરેલ છે જે ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવેલ છે.

ભારતમાં અને પરદેશમાં સ્થિત ગુજરાત મૂળના વૈષ્ણવ વણિક સૌ માં પરિવારનો ભાવ અને સ્નેહ પ્રસ્થાપીત કરવા, પરસ્પરની કુનેહ, વ્યાપારિક ક્ષમતા, સામાજિક પ્રતિભા તથા પ્રતિષ્ઠા થકી શિક્ષણ, તબીબી, આધુનિક ટેકનોલોજી તથા અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ તજજ્ઞોની શક્તિનો પરસ્પર વિનિમય કરી જ્ઞાતિના સૌની પ્રત્યેક ક્ષેત્રે પ્રગતિ થાય, ઉત્થાન ની પૂરી તક મળે અને સૌને તેનો લાભ મળે. સમાજના સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મભાવના અને સંસ્કાર નો વારસો સૌન ે મળે. લગ્ન પસંદગી માટે વિશાળ પરિવાર થતા ઉમદા, યોગ્ય અને મનમેળ બની રહે તેવી અનુકુળ પસંદગી તક પ્રાપ્ત થાય એવા શુભ હેતુથી સંસ્થાની રચના કરેલ છે.

વૈષ્ણવ વણિકના ગોત્ર,કામ કે અન્ય રીતે વિવિધ જ્ઞાતિ ઘટકો (મંડળો) વ્યવસ્થિત રીતે કાર્યાન્વંત છે. આ ઘટકો ઉમદા સમાજ સેવા તથા ઉત્થાન માટેની સુંદર પ્રવૃતિઓ યોજે છે. ઘટકો પોતાનું અસ્તિત્વ, બંધારણ, પહેચાન , કાર્યક્ષેત્ર, સમાજ પર્વૃતિઓ, મિલકત, ભંડોળ વિગેરે છે અને સરસ વહીવટ વર્ષોથી ચાલે છે. પ્રત્યેક ઘટકની આ સ્વાયત્તતા અકબંધ રહે છે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ઘટકોના આ વ્યવસ્થા વિગેરે પણ તે જ પ્રમાણે રહે છે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ઘટકો ની આ સ્વાયત્તતા મૂળ સ્વરૂપે પૂર્ણ રીતે સ્વીકારે છે અને તે જ મુજબ જ રહેશે તે માટે વચનબદ્ધ છે. ઘટકો ના રોજ બરોજના વહીવટમાં, કાર્ય કે પ્રવૃતિઓમાં, ભંડોળ કે સ્થાવર જંગમમિલકતમાં, બંધારણ અને સભ્યપદ કોઇજ હસ્તક્ષેપ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારનો રહેશે નહિ. ઘટકોની જરૂરિયાત, વિનંતી મુજબ માર્ગદર્શન કે સહયોગ જરૂર આપવમાં આવશે.

પરમ કૃપાળુ પરમાત્માના શુભાશિષ અને સૌ વૈષ્ણવ વણિક સ્વજનોના પૂર્ણ સદભાવ અને સહકારથી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારને સર્વત્ર આવકાર અને વેગબળ પ્રાપ્ત થયો છે. પ્રારંભે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ માં સભા આયોજન કરી તથા પ્રચાર સાહિત્ય થકી સમગ્ર ગુજરાતમાં એક વિચારે કાર્યનો પ્રારંભ થઇ ગયો છે. ખુબ ઉત્સાહ છે. સૌએ હર્ષ અને આનંદથી સહકાર, પ્રચાર અને કાર્ય માટે વિશ્વાસ અને વચન આપેલ છે. બધા જ ઘટકોના પ્રતિનિધિઓ તથા અગ્રણી સદગૃહસ્થો નો અદભુત સાથ છે. હવે બીજું ચરણ ઘટક સભ્યપદ અને વ્યક્તિગત સભ્યપદ માટે ઝુંબેશ પ્રારંભ કરવાનું છે. પ્રત્યેક જીલ્લા કાર્યવાહક સમિતિ સભ્યોનું આ ઝુંબેશ માટે સધન કાર્ય જરૂરી છે અને મહાઅધિવેશન માટેનું આયોજન કરેલ છે.

આ કાર્ય માટે સૌનો સાથ. સુચનો તથા માર્ગદર્શિકા અમે આવકારીએ છીએ. આપના ઘટકના હોદ્દેદારો, પ્રતિષ્ઠિત વૈષ્ણવ વણિકો કે સક્રિય સેવા ભાવી કાર્યકર ના નામ, સરનામાં, ટેલીફોન નંબરો, ઈ-મેઈલ એડ્રેસ કે જરૂરી માહિતી કાર્યલય સરનામે અચૂક મોકલી આપશો. જે ખુબ જરૂરી બની રહેશે. આ અવસરે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આ સંસ્થામાં મોટી સંખ્યામાં આપ / આપનો પરિવાર સભ્ય બની / બનાવી સમાજની એકતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનશો. સૌનો સાથ સંસ્થા ની સફળતા છે.